આપણે દરેક શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજના વ્યક્તિઓ આપણાં વતનને છોડીને સંજોગવશાત અહીં મુલુંડમાં આવીને વસ્યા છીએ. આપણા સમાજની મોટી વસ્તી મુંબઇમાં મુલુંડ નગરે સારી એવી સંખ્યામાં વસે છે. આ બધા પરિવારો પરસ્પર મળે, એક બીજાના પરિચયમાં આવે, એક બીજાનાં કાર્યોમાં ઉપયોગી થાય, એક બીજા પ્રત્યે ભાતૃભાવ વધે એ ઉમદા હેતુઓને ધ્યાનમાં રાખીને મુલુંડમાં વસતા શ્રી મુલુન્ડ ઘોઘારી વિશાશ્રીમાળી જૈન સમાજની તા. ૧૭-૦૯-૧૯૭૮ ના રોજ વિધિવત સ્થાપના કરવામાં આવેલ હતી. છેલ્લા ૪૫ વર્ષથી આપણા સમાજ દ્વારા ઉત્કર્ષ અને અભ્યુદય અર્થે સુંદર કાર્યો કરી રહેલ છે.